દીકરી ઘરથી નીકળી
=============
ભરીલેવાદે આંખે  નકશા રોજ બરોજના
ઘર નો ટહુકો હ્દયથી  જાય છે જુદો થવા
ગાઈ લઉં હેતનાં ગાણાં હું અવસર પૂરો થવા
વળાવું આજે આયખાનું નજરાણું સુખી જોવા
ઉછરી આંગણે  જિંદગી લીલીસમ કરી કુળની
ઉજાળવા વંસ બાપનો દીકરી ઘરથી નીકળી
પંડ નું પારેવું ,જીગરથી જડેલું ,રે , છૂટી જવા
સહી લઉં ડંખ હદયે,,હમેશ,તેને હસતી જોવા
અનમોલ રતન બાપનું હદય તિજોરી ઉછળી
ઘોડિયાઘરથી જાય ભવ ઉજાળવાને નીકળી
ઘરથી નીકળી દીકરી હદયથી નીકળી ના શકી
ઉડે એ પહેલો ચૂમી લઉં, પરદેશી પંખી દીકરી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements