મુરાદો હકીકતોથી  દૂર
============
નદીના  કિનારા બે, ન મળે પાણીમાં તડ પડે
પવન દિશામાં દોડે પગલાંનાં નિશાન ક્યાં પડે
સફરે  જોઉં તો દેખાય બે કિનારા વચ્ચેનું   પૂર
આ’ પાર’ સુકો ભટ્ઠ ઓલી પાર ભીનાશનું  નૂર
ભીનાશે  ગુમાવું ગરમ લ્હાય લ્હાય તપવું
મઝધારે વેઢારૂ ઉખાણું  જોખમ ડૂબવાનું
 ઉલટ પુલટ વહે જાય તરંગી  છાલકે નાવ
દરિયો શું જાણે ? હોડીના જુગારી  દાવ
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements