શું હોઈ શકે મારામાં  મારા પણું ?
===============
શુ હોઈ શકે મારામાં મારાપણૂ  જમા કે ઉધાર ?
દરરોજ પૂછુ  હું  મને કેમ  ફળે છે અહીં ઝૂરવાપણું ?
પીંડમાં  રઠેલી કુવારી કન્યા જેવી  મનોવૃત્તિએ
દોડતો રાખ્યો છે વંશ હયાતીનો પ્રવૃત્તિઓએ
ગીતામાં ઉપદેશ કર્મ કરી સુખી રહેવા કર્યો
કીન્તુ ફળ પામવા જતાં વંશ ઝુરી ઝુરીને મર્યો
રેતીનાં રણ સાધવા ધૂળ ગાળતા રહયા રણ મહી
ગયા ખુંપતા ઊંડા તળીયે  બળતા  ચરણો  ગ્રહી
હોવાપણાના પૂરાવા ઇતિયાસે રાખ્યા છે મઢી
પામવવાના ખ્યાલે ઉતારા કર્યા કાફલાએ અહી
મળ્યાં અહી  જ્યાં ઘટાટોપ અભિયારણનાં વરણ
નિરાકરણે  નીકળ્યાં વાંઝીયા અહીનાં જાગરણ
બેઠો ,હયાતીને આલેખવા લઇ કારણનાં પ્રકરણ
ને અરમાનો છળવા લાગ્યાં ગાળતાં ઈચ્છાનાં રણ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements