સમજની  ઘોર  હત્યા  સમાજમાં
=================
સેચુલરી મુગલવંશી સરકારે,રાજાશાહી ભોગવી એક પરિવાર
વાહ આઝાદી, રાજપાટ લૂંટી ફરી સેચુલરીએ મુગલવંશી વાર
સ્વાભિમાનની છે  અછત નસેનસના  લોહીમાં ગુલામી
મળશે કે નહિ અધીરાઈ  જાહેર જીવનમાં ઘર કરી ગઈ
શાહી ઠાઠથી જીવતા ગોધી વૈદનું સૈયારું અંગે અંગમાં
તારણ હારની આંખો સામે દિવસો લુંટાય દિવ્ય દ્રષ્ટિમાં
નોકરી કરે  સરકારી સાહેબો કવચ પહેર્યાં સરકારી
આઝાદી ભોગવે આઝાદી,ભેગા મળી લૂટવા તિજોરી
દિન બદિન ખેલ નવા,ખેલે નિરાશા જનતાના ભાગમાં
ખતરા પર અખતરા જન્મ સિદ્ધ હક્ક નવા લીબાસમાં
કાયદો  કલમે કલમે નવી મુલવણી ખુદ નિજ હિસાબમાં
સરકારમાં સહકાર રળે  સૈયારું કરે નીજ ઘર  ભરવામાં
શિરસ્તો થઇ ગયો ,મચલી,મછળી,ફેરવે કાયદો નીજ હીતમાં
સમાજ ની સમજ સરકારી સહકારમાં સૌએ છે  વિચારવામાં
સમાજ  નામે ધર્મ નામે જાતી નામે રોજ નવા ઉદ્યમ ખીલે
ભાવ વધારો કે મોગવારી કે વસ્તી વધારો છે ગૌણ વિષયે
આતકવાદ કૌમ્ભંડો ઉલ્લડો જાત પરિવર્તન વિકાસમાં તેજી
નવા  બહાને સૌ  લૂટે  લોકશાહી  વસ્ત્રાહરણે છે આઝાદી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ,
Advertisements