પાષાણ યુગ તરફ પ્રયાણ
===========
મને ફળ્યું ઝૂરવું આ સ્વભાવમાં
પ્રગતિની સખાવતો અજ્ઞાનમાં
ઉત્ક્રાન્તિ પ્રકૃતિની પ્રક્રિયા કહેવામાં
વિનાશી તાન્ડવ ખુલવાની દિશામાં
જગ ભરમાઈ  રહ્યું જુઠા બેહ્કાવમાં
શ્વાસોશ્વાસ આતંકવાદી કબજામાં
હું યે  નથી રહ્યો જન્મ થયો તેવો
સ્વાર્થનાં પરીક્ષણો અજમાવવામાં
પાષાણ  યુગના ભણકારા વાગી રહ્યા
જે  ટકોરા દરવાજે  આવી વાગી રહ્યા
વિશ્વ યુદ્ધના સર્વે લક્ષણો થન ગને
પરિબળો છે  વિનાશના  ઘસ મસે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements