શૂન્ય ના હિસાબો
========
મારા ખાતે ઉધારેલા જન્મથી
અંત સુધીના કુ કર્મોના સરવાળા

ખતવણી પુરી થઇ હોય અહીંની
મને એની નકલો આપે ઘરવાળા

શૂન્યના હિસાબો લઇને જાવું છે
હવે પરત દેવાને જન્માવ-વાળા

સાંજ ઢળવાની છે જલદી કરો
હિસાબોનો હિસાબ છે કરવાના
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements