પડછાયા
=======
હું  મપાઈ  તોળાઈ  રહ્યો હર ઘડી  હર પલ
બેઠો વધે ઘટે ન હયાતી પલ રસ્તે ચડી બેઠા
 જાત સાથે છે અતીતના પડેલા  ઘાવ ને  જંગ
વાગે ડંખ જાણે પડ્યા અતરંગ જંગે ચડી બેઠા
 અકળ વિકળની ઘડી પળે પળની જળોજથા
મફતની માલિકીમાં ન્યોછાવર જાત કરી બેઠા
વિના પ્રયાસે મળ્યા રસ્તે  ફર્યા  ઝાઝવાના
દિલ દિમાગે હર પ્રયાસે રણ જોતરી બેઠા
આમતો એનું કશુએ ઉપજતું નથી  સફરમાં
તૃષ્ણાના ભવનની માલિકી કરાર કરી બેઠા
પડછાયા અસ્તિત્વ માટે જરૂર છે પ્રકાશની
પાણી શેવાળ જેમ પડછયા સૂરજને દઈ બેઠા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements