સત્તાનાં  ધિંગાણાં એ.સી ઓફિસે
================
ગરીબી વૈશાખી બપોરની ‘લૂ ‘ માં ભળી
ને  અમીરી એસી ઓફિસમાં ઠંડક મ્હાલે
 નાગા પુગો તડકો બાળ મજુર સાથે રમે
કાળ ઝાળ ગરમી ઘરની દીવાલો  ચણે
સગર્ભા મજૂરણ ટોકરે કોન્ક્રીટનો બંગલો બાંધે
મોભી બટકુ કોંદા સાથે રોટીનું  નગર શોધે
નેતા અધિકારી માલેતુજાર  પાર્ટી  પક્ષો દલાલી કરે
ગરીબી ઉદ્ધારમાં સત્તાનાં ધિંગાણાં એ.સી ઓફિસે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements