જયચંદી તાક્તોનું કારસ્થાન
================
વિકાસ દોડી રહ્યો અરમાનો લઇ લોક સુખનાં
ભાંગ ફોડ ઉભો આડસ લઇ ડકૈતી સાધનો લુંટનાં
દુનિયા જગાડવાને લીધી ઋષિઓની પરંપરા
કંસ રાવણો નારદ મુની ઉભા લઇ સાધનો લૂંટનાં
કૌરવને કળ નથી સંસાર સૌ લૂટ્યો ને ભોગવ્યાથી
હવનમાં હાડકાં નાખી રાક્ષસો  ફરે લઇ ઈરાદા લૂંટના
વંશ વારસો  અતીતનો ઉભો લઇ કપટી કારોબાર
અનુયાયીઓ જોતર્યા સાથમાં નવા નગારાં લૂંટનાં
વિદેશી તાકતોનું લઇ ઉધારૂ બળ બકે  દેશ દ્રોહિયો
રાષ્ટ્રભક્તિ ગીરવે મૂકી  રૈયત રૂએ  જોઈ દેશ લૂંટમાં
===પ્રહેલાદ પ્રજાપતિ
Advertisements