લુટાતો સમય બચાવી શકાય છે
==============
ગઝલો લખાય છે ,ને લખાતી રહેછે
જ્યાં લગી હદય છે, એ પીંખાતી  રહે છે
હાડ પીન્જરોની ગણતરી કરતા રહો
ચામ ની શોહરત એમ  સજાતી રહે છે
 બુઠ્ઠું  શસ્ત્ર મળ્યું છે ઉભરો ઠાલવવાનું
જ્યાં દિલની દુખતી નસ દાબતી રહેછે
નર્મદ ,મેઘાણી ,રમેશ ,કે હોય રવજી
જજૂમ્યા, કાળ ખડ્ગો સજાવી રહ્યાછે
ભક્તિ કરતાં પેટની ભૂખ મોટી હોય છે
સમય થી લુટાતો સમય બચાવી શકાય છે
===પ્રહેલાદ પ્રજાપતિ
Advertisements