વિના પુરાવે સાબિતી
============
સીધા રાખવાની  સમયે  જાલ પાથરી છે
ને  ચક્રવ્યુમાં જકડી સમયે ચાલ ચાલી છે
એવું  પૂછો છો કે આ બધી કોની બલિહારી
આ સંજોગી તમચાઓ ની જાહોજલાલી છે
મનેય ક્યાં કલમ  પેન ઘસતાં આવડતું હતું
વાડ ની બલીહારીએ વેલ મુસાફરી ચડી છે
પુરાવા વિના સાબિતી શોધવા જતાં ધીંગાણું
અફસોસને  ન્યાય તોલવાનું ત્રાજવું ફળ્યું  છે
વીના શબ્દે બોલું અરીસા પ્રતિબિંબના લઇ
પડઘા વળતો પ્રત્યુત્તર આપવા ટેવાયેલા છે
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ
Advertisements