સીતા લક્ષમણ રેખા બહાર
=============
ગલીમાં નીકળું  રસ્તો મળે કાં નહી
શું થયું આ ગલીને હતું એ જડે નહી
કયા કારણે પગ ઉત્પાત લઇ ફરે છે
કારણ વગર વંટોળે રણ ચડે  નહિ
નક્કી ગયું કોઈ રણમાં રસ્તા જે  પડયા
વેરાન ‘પી’ ને  દરિયા ઉછળે  નહી
બે ખબર  જઈ રહ્યો ,પગલાં અહી તરફ
મઝિલે  નક્કી મુકામ,જતન શળે  નહી
રાહમાં પડાવે  ઇન્તજાર કળે  કે
આમ  ધોળા દિવસે સૂર્ય  છેતરે  નહી
લાગણી  પત્થરે લકીર જેવી  હશે
હદય ફૂલ ચોંટે  ધરાર  ઘવાય નહિ
 વિધિ લેખ  લખ્યા છે  લલાટે  નહીંતર
રેખા  બહાર સીતા પગ મુકે નહી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements