ઘુમાવવાની  એધાણી ,,,,,,,,,,,,ગીત
==========
કુવે પાણીનાં તળ હાથ તાળીએ
સીમમો કલરવનો ઉઘાડ શોધીયે
ફળિયુ પાદર  ને ચોરો વનવાસે
સમયની ખીણ પહોળાઇના પહેર્વેશે
વૈશખ ધગધગતો લીમડાની ડાળીએ
નિશાળની છુટીઓ મોસાળે માણીએ। …કૂવે પાણીનાં
સોકળ ડેલીઓ ખખડાવે સન્નાટો શાનથી
શેરિયોના પગ થંભ્યા નિશાળની રાહથી
ફળિયાની વાતો દેશ વટે મોસાળા ઘાટથી
શાળાની છુટ્ટીએ દફતર ટીંગાયાં ખીટીએ
વહેતા વન્ટોળિયાની ભીસ જાણીએ। ….કૂવે  પાણીનાં
અષાઢી બીજ થી રહી ગૈ અજાણી ઓઢણી
વર્શાના ભેદ સૌ જાણે આ વૈશાખી વાદળી
બપોરી ‘લૂ’ના રેબઝેબ પરસેવા પીએછે પાણી
અજાણતામાં પગ પડ્યાની મોસાળે ઉજાણી
ફળિએ ઉઘડેલા ઉનાળાની વાત અમે જાણી
બોલે  ભેદ સંધુએ ગુમાવ્યાની મળે એધાણી।..કૂવે પાણીનાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements