વૈશાખી  બપોર
=========
વૈશાખી બપોરી વેળા શાંત્વના શોધે
ચોધાર અશ્રુએ તન રડૅ પરસેવો નાંઘી
છાંયડા ભાવ વધારી આખુ ઝાડ લુટે
કોલાહલ બિલ્લી પગે સલામતી શોધે
તડકો થૈ ખબરદાર ગરમીના ઉકળાટમાં
પીરસે પવન લહેરખીની મિજબાનિ ક્યાંક
વંટોળીયુ  વહેચે કાંકરી પવન અશ્વે  ચડી
હાશકારો પરિશ્રમનો નિરાંતે  થાક આરોગે
લેણ દેણ કર્મો  ભોગવે કર્ફ્યું લીમડા છાંયે
આંણ વર્તાવે બપોરી વેળા ઢોલિયો ઢાળી
===પ્રહેલાદભાઈ  પ્રજાપતિ
Advertisements