આવકાર
=======
શબ્દો સાથે સવેંદનાનું કામ લેતા કવિ ; પ્રહલાદ પ્રજાપતિ
કોઈપણ સર્જક નો સીધો પરિચય તેનું સર્જન આપે છે સર્જન નો પ્રકાર કોઈ પણ હોઈ શકે સર્જન એ અંત; સ્ફુરણા નો આર્ત નાદ હોય છે સર્જન સ્વયંભૂ હોઈ શકે અને પ્રેરિત પણ હોઈ શકે સુંદર આલ્હાદ્ક ઉત્ક્ટ સંવેદના જેમની કવિતાઓમાં ભારોભાર પ્રકટ છે ,તેવા પરિપક્વ કવિ શ્રી પ્રહલાદભાઈ પ્રજાપતિના સર્જનનો આસ્વાદ કરાવવાની તક પ્રાપ્ત થતા હું ગૌરવ અનુભવું છું.

ભીતરની દીવાલોમાં ખીલા ઠોકીને
સપનાં મેં ટાગી દીધા જગા જોઈને

પ્રહલાદ પાણીમાં મુઠ્ઠીઓ ભરે-તરે
પાણીનું કદ માપવાનો પ્રયાસ કરે

ત્યાગવા જેવું અને આપવા જેવું ફળ ક્યાં છે ?
હવે વિચારોને ક્યાં દરરોજ ફૂલ આવે છે ?

વહેતા જળની ધારામાં કોરો મુલવાયો છું
પ્રહલાદ હંમેશા મૃગજળ પીવા ટેવાયો છું

સંવેદન શીલ કવિની અપ્રકટ કવિતાઓ ની ઉક્ત પંક્તિઓ તેમની અસરકારકતાનો સંકેત આપે છે આ કાવ્ય ગ્રંથ ની અપ્રકટ ગદ્ય-પડ્ય કવિતાઓનો આગવો રોમાંચ છે। એનો આગવો
લાય છે આછાંન્દ કવિતાઓના ઝુંડ માંથી પ્રકટ થતું નીરવ સર્જન માનવીય સંવેદનાઓનો ઝંકૃત કરે છે ટોડ મરોડ ભર્યા સંવાદો લાય બદ્ધ રીતે પ્રેરેક બન્યા છે કવિની સર્જકતામાં સાંપ્રત પ્રવાહો સાથે સંવેદનાના તાલમેલ નો અભાવ પ્રગટ થાય છે તો ક્યાંક આક્રોશ વ્યક્ત થાય છે બીબા ઢાળ સતત -એકધારી ક્રિયાઓના પરિણામે જિંદગીના શ્વાસે શ્વાસ અનુભૂત થતી લાગણીઓ અને એના પ્રતિકારની સવેંદના પ્રહલાદ પ્રજાપતિની કાવ્ય રચનામાં જોવા મળે છે આ બળાપો કવિના મૂર્ધન્ય કવિ શ્રી સ્વ. કવિ શ્રી રાવજી પટેલ ની કવિતા ઘરઝરૂખો સાથે સામ્યતા ધરાવે છે,
આદત ગઝલ ગઝલની આદતોને પરિપૂર્ણ કરે છે નકશો ,ઉતારો ,જમાનો સુધરી ગયો જેવી ગઝલોના માધ્યમ થી કવિએ સંવેદનાને આત્મ સાત કરીછે જાને સંવેદનાના માધ્યમ થી જીવતા જીવનની વાત થતી નહોય ? પ્રત્યેક કવિતામાં આભાસી વેદનાના સ્ફટિકો ચમકે છે સરળ શબ્દોનું દેહ લાલિત્ય ધરાવતી આવી અનેક કવિતાઓ માણવા યોગ્ય છે કવિ શ્રી પ્રહલાદ પ્રજાપતિનું સર્જન લોકભાગ્ય બની રહે તે અપેક્ષા સહ …………
=શ્રીરામ પ્રજાપતિ , તંત્રી ; પ્રજાપતિ મંચ [ પાક્ષિક ]

Advertisements