દુનીયામો ચોરી ચારે કોર……………………ગીત
================
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
વાલ્મોથી રતી ચોરે સોનીડો પણ ચોર ,
ગજ કપડે ખીસું ચોરે દરજીડો પણ ચોર
દુનીયમો ચોરી ચારે કોર ,
દુનીયામો ચોરી ચારે કોર
વ્યાજની કમાણીમાંથી મુદલ ચોરે ,શાહુકારો પણ ચોર
તોલ માપ માં  ઓછું તોલે વેપારી [ગાંધીડો ] પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
વાત માં  થી વાત  ચોરે આ, કવીઓ  લેખકો પણ ચોર
ઘર્મ માં  ધાડ પાડી  લક્ષ્મી ચોરે , સાધુ સંતો  પણ ચોર
દુનીયામો ચોરી ચારે કોર
દુનીયામો ચોરી ચારે કોર
એકબીજાનો , રાજ ચોરે , અરે , રાજાઓ પણ ચોર
રૈયત , રૂઠે , કર ચોરે , આ ,પ્રજા  ,પણ છે ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
માખણ ચોરે , મટકી ફોડે ,હતો  કનૈયો પણ ચોર
દ્રોપદી ને વસ્ત્રો પૂરે ગોપીઓનાં વસ્ત્રો ચોરે,કાનજી ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
વર રાજા ની મોજડી ચોરે લગ્નોમાં સાળી પણ ચોર
નણદ ભોજાઈ નું ,સુખ  ચોરે,બેનડીયું છે પણ ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
આંખ મિલાવી નજરો ચોરે રંગીલા પ્રેમીઓ ચોર
માં બાપથી ઝૂઠા બહાને પ્રેમીને મળે યુવતીઓ ચોર
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
ઓવેર ટાઇમ નાં બહાને બોસ સાથે મિલન,
પત્નીથી છુપાઈ પતિની રંગ રેલીઓ ઓફીસ
જુઠા વચને નેતા પ્રજા ભરમાવી ચૂંટણીએ વોટ ચોરે
ખડ્ડુસ કર્મચારી કામ ચોરે મફતનો પગારે જાત ચોરે
ન્યાયાલયે ન્યાયાધીસ પક્ષપાતીએ ન્યાય ચોરે
દુનીયામાં  ચોરી ચારે કોર
દુનીયામાં  ચોરી ચારે કોર
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements