ભીતર નો  એક  બૉમ્બ
===========
ચોક્કસ નક્કી કરેલ  સમયે  ફૂટશે
અવધિનો મળેલ સચોટ  ટાઇમ બોમ્બ
ખડતલ પહેલવાની છે  જીવતો  બોમ્બ
દઈને  ડફ  તૂટી જવાનો આ  બોમ્બ
ચોખ્ખાઈનો બધો દાવો  કરે છે  બોમ્બ
ધૂળમાં  મળવા ફરજી  લ્હાવે  બોમ્બ
રહેવા  કાયમી દાવા કરે  જુઠા
ઉચાટે  પળે પળ રહે  નિર્જીવ  બોમ્બ
સમયના અંકો ગણવાનો  હક  રાખે
સર્જન સુન્ય નું  કરે છડીદાર છે  બોમ્બ
ભીતરે કોઠા યુદ્ધનો દાવો કરે
ઉપરથી સીધો સંત સૂફી આ  બોમ્બ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 25/10/2016
Advertisements