શહેર ની વંડીએ  ખાડા
==============
શહેરની બદલાઇ ગઈ હવા
કે શહેર શોધે શહેરની હવા
મર્યાદામાં હતી નગરની સીમા
વંડી ઠેકી ને  દૂર ભાગી સીમા
સુધારા જુઓ ન હોય ત્યાં સુધારા
નવો નામ દઈ શહેર ભરે ઉચાળા
ઉબડ ખાબડ  શહેરના કિનારા
વહીવટી તિજોરીઓ લૂંટે ધુતારા
મનસુબે ઉચા શહેરનાં મિનારા
તક શોધે અહીં  શહેરને પીનારા
નીતિરીતી કાનુને બુકમો વધારા
છત સુધારી ખુદની વિક્રુતિએ દેકારા
જુના જાય નવા આવે શહેરના ધુમાડા
નીતિ સર્વેની  તિજોરી નજરે  ધીંગાણાં
ધોળા કાળા ભુરા લાલ નગરે નકશા
વંડી વિસ્તરી સરહદની શોભે ખાડા
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements