ખોવાયું ગામનું પાદર
=========
ગામ નું પાદર ખળું ભોર હાલરું ગયું હલાણે
મોચમ ખૂંદે બળદો, દાણા ઉપણે ,બિલ્ડીગે

 

ગયા અન્નના કોઠારો ગ્રીટ કપચીના કોથળે
સિમેન્ટની શેરીઓ જાય લઇ દોડતી ગાડીએ

 

ભેળાયાં ખેતરો મહોલ્લા નામે સોસાયટીઓ
પાદર ચોરાયા તળિયે ઉતર્યાં છે નીર વાડીએ

 

ગામ ગયાં પ્રમાણ પત્રની જરૂર છે નથી હવે
ગિલી ડંડા ને ગોચર ગયાં આમલી પીપળીએ

 

વલોણું ઘી પી ગયું ને ગઈ દહીં છાસ ની છોળ
ઝૂલણા છંદે વિસરી ગઈ પહેલા પ્હોરી ભાગોળ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 16 /12 2017

 

Advertisements