નોટબંઘીનો વિરોધ કરનારી કોંગ્રેસને મારે ફકત ત્રણ જ પ્રશ્ન પુછવા છે, જે ક્ષત્રિયોને લગતા છે.

1. જે રીતે આપણે બેંકમાં કે RBI માં કોઈ રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે મુકીયે તો તેના પર વ્યાજ મળે છે. તેવી જ રીતે ભારત દેશ આઝાદ થયો ત્યારે રાજાઓ એ પોતાના રજવાડા અને ખજાનો દેશ માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપી દીધેલા, ત્યારે સરદાર પટેલે તેમને 1 થી 2 % લેખે સાલયાણું આપવાનું નકકી કરેલું. આ સાલયાણું કોંગ્રેસે બંધ કરી નાખીયું ત્યારે રાજાઓના ખજાનાઓ પર સજિઁકલ સ્ટ્રાઈક કરવામાં આવી ત્યારે તમે કેમ કોંગ્રેસે દેશ હિતમાં રહેનારા રાજાઓને થયેલ અન્યાયનો વિરોધ નહોતો કરીયો.

અમારા રાજાઓને સાલયાણા ફરીથી શરુ કરાવો તો હું કોંગ્રેસની સાથે છું. સાલયાણું કોંગ્રેસે બંધ કરીયું ત્યારે કહેલું કે હરામ ના અને લોકાના લોહીની કમાઈ છે, માટે બંધ કરીયું. તો નોંટ બંધી પણ લોકાના લોહીની કમાણી બહાર લાવવા જ થયેલી છે.

2. સાલયાણા ના વિરોધના થાય માટે મંત્રીથી માંડીને તમામ ના પગારમાં વધારો કરેલ તે પાછો ખેંચો તો બંધને મારું સમથઁન છે. જો લોક સેવક છો તો તમારે વધારા ના પગારની કયાં જરૂરત છે.

3. ઈન્દીરા ગાંધીએ જયારે ખેડે તેની જમીન અને રહે તેનું મકાન નો નિયમ બનાવીને રાજા, રજવાડા અને ક્ષત્રિયોને બરબાદ કરી નાખીયા. ત્યારે કોંગ્રેસે તેમના નિણઁયનો વિરોધ નહોતો કરીયો. આજે ઇ- પ્રોપટીઁ દ્રારા જયારે મોદી સરકાર બેનામી પ્રોપટી પર લગામ લગાવવા માંગે છે ત્યારે તેનો વિરોધ કોંગ્રેસ કરે છે. તો શું તમારા મકાન,જમીન તમારી મહેનતની મુડી છે તો શું અમારા મકાન, જમીનો અને સંપતિ અમારા મહેનત અને લોહીની કમાણી નોહતી ?

સરદાર પટેલના એ છેલ્લા શબ્દો યાદ છે. ” મૈં મારા દેશને સારા માણસો ના હાથમાં લઇને, આ ચોર અને લુટારા નેતાઓના હાથમાં આપી દીધો છે. ” જયારે તમે સાલયાણું બંધ કરીયું, અમારી જમીન જાગીરો છિનવી લીધી ત્યારે તમારા બધા ખોટા નિણઁયો પણ સાચા હતા જયારે કોઇએ તમારા કાળા નાણા પર બ્રેક મારી તો દેશપ્રેમ ફુટી નિકળીયો છે. જયારે રાજાઓના બલિદાનોની અવગણના ઇન્દીરા ગાંધી અને કોંગ્રેસે કરી ત્યારે તમારી દેશ ભક્તિ કયાં મરી ગયી હતી.

Advertisements