છલોછલ જામ ગઝલ [ કાવ્ય – ગઝલ]
===========
પીવાય  હોઠ વીણ છલોછલ જામ ગઝલ
કદી રાધામાં કદી શ્યામમાં ગવાય ગઝલ
નદી કરતી જાય વીલાપ,પરવતનાં વીયોગમાં
ઓંસુઓથી દરિયા ભરે  ખળ ખાળતી ગઝલ
ખીલ્યાં ફૂલ સાથે લઇ કાંટા છે સંબંધો ડંખના
ગાયલ ફૂલના ચાહકો ફરે  લઇ વિરહની ગઝલ
માથે  દુન્યવી લાગણીના પરપોટે ખુશહાલ
અશક્ય સ્વપ્નો નાં સ્વર્ગ  જેવુ ધામ ગઝલ
ભીડે બાથ દરિયો વલયે  થાય કાંઠા લથબથ
દાઝ્યા પછી વિરહના  આંસુડે  લખાય ગઝલ
રિવાઇઝડ  ઓન 7/1/2016
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements