મરશીયાં [ કાવ્ય-ગઝલ ]
==========
મળે ટોળે નારીઓ અડોસી પડોસી સગાં સહોદરાઈ
ભરે આંગણ આંસુઓથી લથબથ,ને દૂસાકી સાદે ગાઈ
વિખુટો થયેલ,સ્વર્ગે ગયેલ રાજવીના મરશીયા ગવાય
પ્રસંગોની પ્રસવ લીલાની એ તવારીખ ગીતે આલેખાય
બહાદુરી,જાહોજલાલી વશ્ત્રો પહેરી અહીં શાબ્દો મૂકે પોક
હદય ચીરતી ઘેર હાજરી,સન્નાટાના તાડવે ગામ ફળિયું ચોક
બાર શાખી મરસીયો મોભે ચડી વાગોળે જીવતરની વાડી
ગયો મૂકી રાજવટુ,ખેલ બંધ ના,પ્રસ્તાવે અહીં પુખાય વાડી
બાર દિવસ નાં શોક પ્રસ્તાવે મળી ભેગા ઉજવે નાંધ નિર્વાણની
તેરમે મીઠા મુખે ભૂલે નાંધની બાંધણી  વાહ મરશિયાંની વાણી
રિવાઇઝડ  ઓન 8/1/2017
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
Advertisements