સભાઓ ચોરેં ચૌટે ઓડિટેરિયમે [ ગઝલ-કાવ્ય ]
============
મનની સંસદે વિચારો ના ઘડી કાયદા નેતા ભરે સભાઓ
છીનાળ સમી વ્રુત્તિઓ થકી અમલના મીઠા કરે વાયદાઓ
સ્વજનોને મીઠી જબાને પીવડાવે ઘૂંટડે કડવી દવાઓ
ભુલાવે હકીકત આ સંસારની ડુંગરા દૂરની ભ્રમણાઓ
માણસાઈ મરી ઝુકી જાય અહીં માણસ માણસને છળે
નિજ સ્વાર્થે સત્યમાં છીડુ પાડી, જુઠના ગાળિયે વરે
શ્રધા છે ,પણ વિશ્વાસથી કેમ ડગે છે ? ભાગે જાતથી
અવળચંડી આશાઓનો અન્ત નથી એના અમલથી
મુઝવણની મઝલ લાંબી છે અહીં સમજની સરહદોથી
જયાં જાય સાંધે સભાઓ વચન વિવાદી સોંય દોરાથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 11 / 1/ 2017
Advertisements