હોવા ન હોવાનું દુખ        [ કાવ્ય ગઝલ ]
==============
લાગણીઓ બગણીઓ, જીવ બીવ, સંસારમો મળે
શબનાં હાડકાં બાડકાં ચામ બામ સ્મશાનમાં બળે
સબંધો બબંધો,સગાઈઓ બગાઈઓ ઘરમાંજ  મળે
ઠાઠડી ઠઠારા બઠારા માન પાનથી સ્મશાનમાં બળે
મરેલાને કે મારેલાઓને જ એક તરફી માન પાન મળે
જીવતાને વાધા બાધા વચકા બચકા સૌ  દાનમાં મળે
સંતોષ અસંતોષ માગણીઓ લાગણીઓ સજીવને દળે
છે એનુય દુખ નથી એનુય દુખ જીવને જીવવામાં મળે
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 18/1/ 2017
Advertisements