અર્થોને સમજવા શબ્દો જોઈએ।…….. [કાવ્ય-ગઝલ ]
=============
અર્થોને સમજવા શબ્દો જોઈએ ને
સુરજ ને સમજવા અંધારાં જોઈએ
જિંદગી લાંબી કે ટૂંકી એની ખબર નથી
કાબુમાં હોય તો ગમે ત્યારે,મરી જોઈએ
દર્દનાં અહેસાસ કરવો હોય તો ઘાવ જોઈએ
જખ્મો ડૂમે ડૂમે આસુંએ   ભરાવા  જોઈએ
તિરસ્કારથી હતાશા શિવાય કશું નહી મળે
પ્રેમ જીતવા  ને   પ્રેમમો પામરતા જોઈએ
દુશ્મનોથી ડર રાખવાની જરૂર નથી કોઈએ
કર્મે ફળ નું વળતર કોઈની જાગીરદારી નથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 22 /1/ 2017
Advertisements