શ્રદ્ધા ના સરવાળે અર્રીસા જવાબ નહીં આપે……. [કાવ્ય-ગઝલ ]
============
ન દેખતું ન વંચાતું ન અનુભવાતું ,આલેખાય
ભીલનાં એક બાણથી મહાભારત સમાપ્ત થાય
દેહમો ચીપ સમું મન દુનિયા સારી સમજાવી  જાય
ન ધરમ ન જાતી ન ભેદ ન ભાવ, છે યંત્ર વ્યવહાર
જીવ ગમે ત્યારે ગમે ત્યોં આખી દુનિયા છોડી જાય
વિજ્ઞાન ટેકનોલોજી શ્રદ્ધા ના સમીકરણ કૂદી  જાય
કલ્પનાની કાયા વર્તુળો માં  વલયો ફરતાં કરી જાય
પંથ કાપ્યા પછી વિરામની મંઝીલે આખરે મરી જાય
વારંવાર ગોળાકારની ધરીઓ ફરતી હયાતી ઉદભદવતી જાય
ચયાપચયની ક્રિયાયેં બાકી,ન,તું, ન, હું,સૌ ચાલુ ભૂત ભવિષ્યાય
આમ શ્રદ્ધા ના સરવાળે અર્રીસા જવાબ નહીં આપે
અહીં પુરુશાર્થના પગ જયો સુધી ચાલતા નહીં થાય
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 21 1 / 2017
Advertisements