ચુંટણીઓ
=======
આરોપ પ્રત્યારોપ જુઠા વચનોની લોલીપાપની લ્હાણી
વોટ બદલે ભૂખી ગરીબ પ્રજાને મળતા પ્રલોભે ચુંટણી

કાળા નાણાંના બેફામ બેહિસાબી દુરુપયોગે છટણી
લોકશાહીને ડરાવી ફસાવી સાઠમારી દોડની ચુંટણી

અજ્ઞાન મજબૂરીને છળી છે પંચ વર્ષીય કેદની કથની
કુબેરવાસી કરશે ઉદ્યોગપતિ રમતે લાભમની ચુંટણી

માફિયા તત્વો શહારે ધાક ધમકી ના ખેલની ખંડણી
લોકશાહી ટોળાંશાહીએ કેદની સાઠમારીની ચુંટણી

ગઠ બંધન ઠગ બંધન શઠ બંધન ધર્મ બંધને ઝંઝીર
જડ બંધન ખડ બંધન દળ બંધને ચંદન સપને ચૂંટણી
પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ ઓન 19 /11 / 2017

Advertisements