શબ્દો મૂલવાય જબાનમાં
==========
લાગણી અનુભવાય ભાવમાં
શબ્દો મૂલવાય જબાનમાં
જળની ખોટ રહી તરસમાં
રણમાં તરસ પીએ ઝાંજવાં
ગલીએ ગલીઓ મળે  લગાવમાં
રસ્તો અટવાય ખુલ્લા મેદાનમાં
રસ્તો પૂછે, રસ્તાને રસ્તા વિષે
ઘરથી મંજિલનો હમસફર દીસે
જો છુપાવું શત્ય આવકાર સામેથી
જૂઠ બોલવાના ધબકાર પામવાને
પગમાં સાંકળ નથી જયાં બેસવાની
આશાઓના પિંડે ઘેરાયા  ચોમેરથી
ઘડપણનો ઈજારો તૃષાઓ ખાઈ બેઠી
મહત્વ કાંક્ષાઓનાં વળતા થયાં પાણી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  2/ 2 / 2017
Advertisements