બદ જુબાની
=========
ગુસ્સામાં બદઝુબાની નાં નુંકીલાં ખંન્જરો
ઘટનાઓથી ખરડાયેલી લગણીનાં મંજરો
અલગતાવાદી ભાવનાએ ભેદમાં ભમતી જમાત
પરસ્પરનાં વેરની વસુલાતે જુદાઇની જમાનત
રામ રહીમની કહાની માત્ર કહાની જ કહેવાઈ
રાજનીતિમાં સ્વાર્થ ના સુપડે અહમ વગોવાય
આ એજ સમય છે જેની સાખે સુરજ ચંદા
રામ રહીમ અહી સામ સામે, બંદુકે બંદા
ગવાય રાજ કારણ ની નીતિમાં ગીત ગંદાં
સમયે ભોગવ્યા પ્રતિશોધના  ફાસલે  ફંદા
મુકામ એકના રસ્તે મુસાફરીની રીત અનેક
મારું સત્ય સાચું તારું ખોટું માં ઘવાય વિવેક
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 5 / 2 / 2017
Advertisements