માનવ વિસ્ફોટે નદી  બે કાંઠે  ઉભરાય
================
ધસમસે પુર વસ્તીનું ,ભૂમિ પણ શરમાય
શહેરની આબાદીથી નદી બે કાંઠે ઉભરાય
માનવ મહેરામણની ગણત્રી અવળા પડીકે  અંકાય
ભૂમિએ  શું લાગે હાથ ? તસુ તસુના ભાવ બોલાય
શહેરનો અરીસો ખોલે ભેદ માનવ વિસ્ફોટનો
નિત ફૂટ પાથ ગણે પગરખા શહેરી સુસવાટનો
કોંક્રીટનાં ઝંગલે આલીશાન મહેલાતી મોલ
શહેર ઉભરાયાની ધમ ધમમેં જાહેરાતી કોલ
શ્વાસને આસ્વાસનનાં ઓંધળા ઠરાવો પાસ
પર્યાવરણને મળે મોતના જુહારો ચકરાવે ગામ
રસ્તા ફેરવાય ડામરમાં ધરાની ધૂળ કબરમાં
વિકાસ વંચાય શહેરનો શહેરી ઝાડ કબરમાં
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 6 / 2 / 2017
Advertisements