નીત નવા અળવીતરે  સંસાર  ઠેબે ચડે
==================
લગાવ એટલો જોરદાર ને ચોટદાર કે સજાવેલો સંસાર ઠેબે ચડે
ઝંઝાવાતોના ઝુવાળમાં પ્રણયનાં પુષ્પોની માવજતની હેલી ચડે
ઉમરભર કોઠારો ભરાતાજ નથી પાવ શેરી  પંડના
પ્રાયચિતના પારણે હદય ઉજાળે જખ્મોની જમાત
કાગળની કોથળીમાં બાંધેલા ઓસુનું શું  કહેવાય
ખોલો ત્યાં પ્રસંગોની પ્રસવ લીલાનું પારણું બંધાય
આપણા ખાતે ઉધારેલાં કર્મોનું ઉધાર પાસાનુ માગણું
કેમેય.ચૂકવાતું  નથી આ નીત નવા કલેવરોનું ઉધારું
સમયના ચકડોળે નિરન્તર એક મતે ન રહેવાયાનું દુઃખ
પાછલા પગથારે પ્રાયચિતે મન મનાવી વિહરવાનું રૂખ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝડ  ઓન 7 / 2 / 2016
Advertisements