આપણી દુનિયાદારી
============
આપણા વહેવાર સહવાસની સચ્ચાઈ તોલે
થોડું આપી ઘણું પામવાની બેવફાઈ બોલે

 

કલમોની લખાઈમાં અધૂરાં અરમાનની શાહીએ
લાગણી આશ અસ્રુની નદીઓ સમાઈ કિતાબે

 

દુનિયાદારી નફા તોટાના ધોરણે બેઠી બઝારે
સબંધો જોખાય લેવડ દેવડના તોળાઈ ત્રાજવે

 

શોર બકોર અદકા ઇજહાર ચડયા સરખામણીએ
મિલન મુલાકાતોની બાગ બગીચા જુદાઈ ભોગવે

 

લાગણી આંસુઓના ગઠબંધને દુકાળ નડતો નથી
સત્ય છુપાવી આપણે બહુરૂપીની ભવાઈ ભજવીએ
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 19 / 10 /2017

Advertisements