બિન માલિકે માલીકી પણૂ ભોગવું
============
માલિકી સ્વપ્નો સજાવી જુઓ આપણે
માલિકીપણું ભોગવીએ સંદીગ્ત તાપણે

 

હોવા નહોવાના સૌ ભેદે ચાલી સવારી
આપણી રસ્તા વગરના મુકામે મઠારી

 

આ પારનો જુગાર ખેલે પેલેપાર વધારી
હું પણે સામે પારની પળને છે પડકારી

 

રસમ ચાલી આવતી અહંકારની
કરે વાત ગર્વથી જન્મના મર્મની

 

સમયને ક્ષણો કોતરીખાય
મૂળથી ઝાડની ટોચ મપાય

 

આયખાના હલેસે પકડી નાવડી
દરિયાને દિશા બતાવે શઢે ચડી

 

કાયમી જીવવાનુ હોય એમ
પાયા વિહોણા ઘર બંધાય

 

મીલકતના માલીક ને છળી
બેખબરે માલીકી હોય મળી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 3 /10 / 2017

Advertisements