પલાખાં છે અજાણયાં
==========
પલાખાં સાવ અજાણયાં છે મૂળથી
પાઈ છે ભેદ ઉકેલવાની ગળથુથી

ફેરા ફરવા જા પછી આવ જન્મથી
સાગરનાં ચાલે નાવ કિનારા થકી

લહેરાયા વગર મોંઝૂ તૂટે છે વહાણથી
પાણીમાં પાણી વીણ રોવું ખારાશથી

આઠે પહોર પ્રહરવું હર્નિશ આશયથી
હવાની દિશાએ વિહરવું શઢ શાનથી

સમયની પારિવારિક ચોટને પડકારતી
ઘટના ઘટતી જોઈ નાવને છે બચાવવી

આગમાં કંચને રૂપ નિખરવા એરણાવલી
હથોડે ટીપાવવુ પડ્યું છે જીરવવા સાયબી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન …. 9 /10 / 2017

Advertisements