વેલેન્ટાઇન ડે નાં ઊખાણાં
==============
આગવા પ્રેમની અભિવ્યક્તિ ટાંકું શબ્દોના ટાંકણે
છીસરા પ્રેમની નખશિખ નાત અંગે અંગ બાંકડે

 

હૈયે ફૂટ્યો ફુવારો છીસરા પ્રેમેં દરિયો દિલ દુલારો
માણી સ્પર્શની ભાષા વાલમેં વાગોળ્યો ભાવ દુલારો

 

નખરે આચારે માન મર્યાદે મોટેરાંને મનાવે
ભાન ભૂલી વિચારે મળી ચોખટે ઘૂંટયા પ્રેમ દીવાને

 

તરસને લગાડે આગ રણમાં ખીલવે છે ગુલ ગુલાબો
બળતા બદને તરસાતી હેલીએ ગાય રાજ દરબારો

 

અજાણ્યા આંગણે ફૂલેકાં શરણાઇ વગાડે રાગ દીવાનો
વેલેન્ટાઇ વધામણે વાલમ વાગોળે છોડી લાજ મલાજો

 

પરદેશી પાણી તરસતી સંસ્કૃતિ નેવાં નીચે જાણી
ઉભરા અકાળે ગાય મેઘ મલહારે પ્રીત પિછાણવી

 

નકલની નોંધમાં ખોવાય અસલિયત આચરણ વિચારો
સંયુક્ત પરિવારે ખોયો સાથિયારો એકલ પંડે ઈજારો
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ

Advertisements