ચાડિયો …………… [ ગીત ]
===========
પાદર પરભારું ભજે
ગામ ની ઘટમાળ
અધ વચાટે નેળિયું
વાંચે ગામની વરમાળ

ઉડતી સીમ સાગમટે
રાત પડાવે જાય
ભુકતી રહી ગામની ભાગોળ
શિયાળ હુંક્યાં જાય

હસતો રહ્યો ખેતરે બેઠો
મોલનો મીઠો રવ
ચોકી કરતો ચડીયો ઉભો
ખેત વચાટે પડાવ

વફાદારી ખેતના ખૉળે
રાખ્યા સીમના સરપાવ
નીરજીવ જીતે ખેડુ ભરોસા
વિશ્વાસી વીર ભાવ
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 18 /2/ 2017

Advertisements