આપણા અંત ની તૈયારી
=============
ચરમ સીમા પર કે શરૂઆત પૃથ્વીના અંતની અહીં
સ્ત્રી, લક્ષ્મી બિચારી કરી વૈણ્ણ શંકર જન્મ ધારીણી

ઉત્ક્રાંતિની ગતિ એ નર બદન ઢાકતો મળ્યો સંસ્કૃતિએ
અધોગતિએ નારી બદન પ્રદર્શને ટૂંકા વસ્ત્રે અંગ અતિરેકી

સૌંદર્યે બદલી પરિભાષા લાગણી પ્રેમની ખુલ્લા બઝારે હરાજી
મોજ મલાજો મર્યાદા સૌએ મળી કરી સગપણની સોદા બાજી

ધર્મ ન્યાય નિયમ ગાય સૌનાં લાભે ગાણાં થઇ સાજીસે શાણાં
મુખમાં રામ બગલમાં શૂરી આદરી આન બાનની જલસાજી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ

Advertisements