માનવ કલ્યાણ ના વિકાસની ભાષા વિવાદમાં
=================
સમરસતા સૌના મનની કળે જૂજવા રૂપે
એક ધરતી પર માગે જુદી ધરા ટુકડા રૂપે
રાષ્ટ્રોએ બાંધી રચી માલિકી સરહદો રૂપે
પ્રાંત નાત જાત ધર્મ બોલી ભેદ રેખા રૂપે
શાસ્ત્રો  શાંત થયાં નથી અનાદિ કાળથી ને
ભૂખનો દરબાર બંધ થશે કોઈ ખાતરી નથી
યુદ્ધ અને શાંતિ ગ્રહણ લઇ પનારે પડ્યા છે
માનવી માનવી ની જયાં સરહદો સૌ લડે છે
કોઈને સુખ ચેનની જરૂર નથી ઈગોની આડમાં
માનવ કલ્યાણના વિકાસની ભાષા છે વિવાદમાં
===પ્રહલાદભાઈ  પ્રજાપતિ
Advertisements