ન્યાય અન્યાય ની વકીલાત માં ન્યાયાલય ની મંદ ગતિ અને  ક્ષતિમાં  કેટલાક સુધારા વધારા  પ્રજા લક્ષી વિકાસ લક્ષી સુદઢ  ઝડપી ને પારદર્શી  બનાવના કેટલાક સૂચનોઆપણા દેશ ની ન્યાય પાલિકાઓને પારદર્શી ઝડપી અને પ્રજાલક્ષી બનાવવાની પ્રક્રિયા ના સૂચનો ,જે સંવિધાન અને કાનૂની મર્યાદામાં રહી નવું સંશોધન કરી ચર્ચા વિચારણા કરી કાનૂનવિદ લોકોની સલાહ ,દોરવણી ,માર્ગદર્શન હેઠળ  સાફ સુથરું ઝડપી ભ્રસ્ટાચાર મુક્ત બનાવવા ના કેટલોક સજેશનો  અને  અત્યારે   વકીલોના બની  બેઠેલા ઓર્ગેનિઝેસનને  ન્યાય મંદિર બનાવવાનો પ્રયાસ,

=============================================

હિન્દુસ્તાની કોર્ટો [ન્યાયપાલિકાઓની ] ઝડપી ,ન્યાયી ને વિકાસ લક્ષી પ્રક્રિયાને તેઝ કરવાના પરિબળો ,સજેશનો ,ધારણાઓ અને અનુમાનો

     આપણા દેશ માં સામાન્ય રીતે પ્રજાને તથા અન્યાય  સહન ન  થતા લોકો ન્યાય પાલિકાનો આશરો લેતા હોય છે અહીં બે આખો પર પેટ્ટી બાંધી ન્યાયની દેવી એ  નીમેલા જજ સાહેબો ઠોસ પુરાવાઓ આધારે સંવિધાન ની મર્યાદામાં અને કાયદાની મર્યાદામાં રહી તેનું નિરાકરણ રૂપે ચુકાદો આપતા હોય છે  આ પ્રક્રિયામાં વાદી અને પ્રતિ વાદીના વકીલો જેઓએ કાયદાનાઅભ્યાસનું પૂર્ણ સર્ટિફિકેટ મેળવેલું હોય છે આ વકીલો વાદી અને પ્રતિવાદીના તકરાર ના પ્રશ્નો
લઇ પોત પોતાના અસીલોની રજૂઆત જજ સાહેબ સમક્ષ કરે છે અહીં સોગન નમું લેવાય છે અને પક્ષ કારોએ તેમની એફિડેવિએટ કરવાની હોય છે કે તેઓએ જે રજૂઆત કરી છે તે સાચી  હકીકત છે તેમણેકરીછે તેમ ભગવાનને સાક્ષીએ રાખી સાચું બોલુંછું એવી એફિડેવિટ કરવાની હોય  છે જ્યા પક્ષ કારનો વકીલ તેનું વકાલાત નામું મૂકે છે અને તે પર પક્ષકારની સહી કરાવી તેના બદલામાં તે જજ સાહેબ સમક્ષ રજૂઆતો કરતો કરાવતો હોય છે અને તકરારી હકીકતનું મૂલ્યાંકન કરતો કરાવતો  હોય છે અને તેની દલીલો પુરાવા ને આધારે કરતો કરાવતો હોય છે   અહીં સંવિધાન ની મર્યાદા અને કાનૂની કલમો ની મર્યાદા માં રહીને પક્ષ કારોના પ્રશ્નો [તકરાર ]  નું નિરાકરણ કરવામાં આવેછે અને આ પ્રક્રિયામાં  વર્ષોના વર્ષો વહી જાય છે  ન્યાય  માગનારાઓ ખુદ થાકી જાય છે એવી આ પ્રક્રિયાને અહીંના વકીલોએ દિવસે ને દિવસે  પાંગળી બનતી જાય છે અને અને બની ચુકી છે અહીં માત્ર ને માત્ર વકીલોની આવી ભૂમિકાને લીધે ન્યાય જટિલ બની ગયો છે સામાન્ય માણસ ને ન્યાય લેવાનો કે મળવાની આશા મારી પરવારી છે ,અને આથી સમાજ માં ગુનાખોરી નું પ્રમાણ વધી ગયું છે જે લોકો નિર્લજ્જ અને નિશ્તૂર ને ગુના કરવામાં ગડાઈ ગયેલાઓને કાયદાની કોઈ બીક યા ડર રહેતો નથી  અહીં વકીલો એક વખત કોર્ટમાં કેસ દાખલ કર્યા પહેલા અસીલ પાસેથી તેની ફીસ સરૂપે મહેનતાણું અગાઉથી વસુલતા હોય છે અને પછી કેસ કોર્ટમાં દાખલ કરતા હોય છે જે  આ શરૂઆતના તબક્કામાં જ તેમની ફીસ લેતા હોય છે વકીલને મુદત લેવા લેવડાવવાની પ્રક્રિયા ને ખુલ્લી છૂટ મળેલી હોય તેવું  તેમના વર્તન થી ફલિત થતું દેખાય છે અને   ન્યાયની પ્રણાલી ને પ્રક્રિયા વકીલોના શરણે અને તેમના હાથમાં   કબજામાં હોય છે અગાઇથી ફીસ લેવાની પ્રક્રિયા ફોજદદારી કોર્ટોમાં પ્રમાણમાં ઓછી જોવા મળે છે હા પણ કેસ પત્યા પહેલા ફીસ વસૂલી લેવાય છે  વકીલોની  મુન્સફી પ્રમાણે કેસ ચાલતા હોય છે અને તેઓ સિસ્ટમ નો વોક કાઢતા હોય છે તેમની નવરાશ અને ટાઈમે જ કેસ ચાલતા હોય છે વાદી અને પ્રતિવાદી ના વકીલોની અનુકૂળતા, મૂડ અને સમય  પ્રમાણે  કોર્ટની કાર્યવાહી ચાલતી ચલાવાતી હોય છે  અહીં અસીલો તેમના ચક્રવ્યુ માં પીસાતા રહે છે અને ડેટ પર ડેટ પડવાથી વર્ષોના વર્ષો વીતી જાય છે ,અહીં એ નોંધવું જરૂરી છે કે  વકીલો રોજ નવા કેસની ખોજમાં અથવા તેની રાહ જોતા હોય છે જુના કેસો ને તેઓ ડેટ પર ડેટ લઇ લંબાવતા હોય છે  તેમની  ફીસ ,મહેનતાણું પહેલેથી મળી ગયેલું હોવાથી કેસ ઝડપી ચલાવવાની  રુચિ ઓછી હોય છે, અસીલ પાસે વકાલાત નામામાંસહી કરાવીને પોતે તેનો અધિકાર લઇ લીધો હોવાથી અસીલને તેની રજૂઆત કરવાની આઝાદી મળતી નથી અને અહીં અસીલે પહેલાથી પોતાના વકીલ પર વિશ્વાસ મૂકીને તેને પોતાના વતી એજેન્ટ   નીમેલો હોય છે અને પોતાના વતી રજૂઆત કરવાનો અધિકાર સોંપી દીધેલ હોવાથી બિચારો મજબુર હોય છે અને વર્ષોની તપશયામા શેકાતો હોય છે અહીં ન્યાય મળ્યાપહેલાનીફીસનીચુકવણીથીવકીલો  બેજવાબદાર અથવા આળસુ બનતા હોય છે ,અને અસીલના કેસ પ્રત્યેની જવાબદારીમાં રસ દાખવતાહોતા  નથી.વકીલો અસીલની મજબુરીનો પુરે પૂરો લાભ ઉઠાવતો હોય છે અસીલનો સમય પૈસા અને  શક્તિ બરબાદ થતા હોય છે અહીં અસીલે ધન ધીરજ ને  ધક્કા ખાઈ મુંગે મોઢેં સહન કરવાનું  હોય છે અહીં  પ્રજા લક્ષી ને પાર દર્શી  ન્યાય નું અપમાન થતું દેખાય છે
             કેટલાક વકીલોની પ્રેક્ટિસ એવી પણ હોય છે કે જે અસીલના કેસનું નિરાકરણ જ લાવે નહિ અને તેને પકડી જકડી રાખે છે ન્યાયના કિનારે ગયેલો અસીલ જ્યા તેને ન્યાય મળવાનો દાસ વર્ષના લાંબા સમય ગાળાનું રાહ જોયા પછી અને સમય શક્તિ ને પૈસા બરબાદ કર્યા પછી છેક પોતાને મળતા ન્યાયની લગોલગ પહોંચી ગયો હોય અને વકીલ તેને ત્યાંથી પાછો ખેંચી લાવે છે અને અટ્ટમ સટ્ટમ  સમજાવી કેસ વિડ્રો કરાવી લેવડાવે છે ,કારણ કે ભવિષ્યમાં ફરીથી આ કેસ જીવતો થશે અને પોતાને ફીસ મળશે એવી આશાએ અસીલને ન કહી ને, ન  સહી શકાય તેવું નુકશાન પહોંચાડે છે ફરીથી સમયાંતરે આજ વિષયમાં અસીલને કોર્ટની શરણાગતિએ જવાનું થાય ત્યારે આજ વકીલને ફીસ આપીને કોર્ટમાં ફરીથી દાખલ થાય છે, આ બાબતે અસીલના વિશ્વાસનો ઉપયોગ કરી ફરીથી અસીલને મૂર્ખ બનાવે છે અને જ્યારે અસીલને આ બાબત ની ખબર પડે છે ત્યાં તો ઘણું મોડું થઇ ગયું હોય છે અને કેસ પૂરોચૂંથાઈ ગયો હોય છે આમ કેટલાક વકીલો હોશિયાર હોઈ  અસીલને જીવન ભર પકડી રાખીને શોષણ કરવાની તરકીબો અજમાવતા હોય છે અને પોતાને મળેલા અધિકારનો દુરુપયોગ કરતા હોય છે અને પોતાની આર્થિક કમાણી કરતા હોય છે આ બાબતે અસીલને વિશ્વાસ માં લઇ અંધારામાં રાખી સાચી હકીકતનો ખ્યાલ આવવા દેતા નથી આમ વાદી પ્રતિવાદીનો ગેરલાભ ઉઠાવી ન્યાયની આડમાં અર્થો પાર્જન કરવાની પ્રવૃત્તિ કરતા હોય છે
             એટલુંજ નહિ આ દુષણ અહીં અટકતું નથી ,જો અસીલ ખમતીધર  હોય અને પૈસે ટકે સુખી હોય તો તેઓ સિવિલ ,દીવાની ,હાઈ કોર્ટ ના પોતાના મિત્રો ને કેસને વહેંચી તેમને ઓબ્લાઇજ કરી ને ત્યાં પણ  કેસ રીફર કરીને નવી નવી તરકીબો અજમાવી કેસને લાગતો   ન્યાય લેવાની /અપાવવાની ખાતરી કરી કરાવી ત્યાં તેમના દ્વારા જુદો અને નવો કેસ દાખલ કરાવી આડકતરી રીતે પૈસા કમાવાની પડાવવાની પેરવીઓ કરતા કરાવતા હોય છે આવી પ્રવૃત્તિ ની અસીલને જ્યારે ખબર પડે ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હોય છે અને અસીલ ન્યાયનો હકદાર કે દાવેદાર રહેતો નથી આમ કેસ ને વર્ષોના  વર્ષો થઇ જાય છે  અને વકીલોના ઘર સનસાર ચાલતા હોય છે  ઘણા વકીલો માતબર ફીસની આવકને લીધે ઐયાસી  પર આવી જતા હોય છે આમ પ્રજા લક્ષી ન્યાયની હોસી યાની મજાક થતી હોય છે આમ અસીલની કાનૂની અજ્ઞાનતાને લીધી વકીલ ને  મળેલા કાનૂની સેવા /પ્રેક્ટિસ ના  અધિકારનો દુરુપયોગ થતો હોય છે અહીં  નિયત  અને નીતિમત્તાનો ધોરણો પર વિશ્વાસ  હોવાથી અસીલ નું શોષણ થતું હોય છે અસીલે ધીમા ઝહેરનો  ઘૂંટ પીવાનો હોય છે અને વિશ્વાસ ઘાત નો આઘાત જીરવવો પડે છે  જે વકીલોની આવકનો ઘેર બંધારણીય રસ્તો બની ગયો  છે  આમ ન્યાયની  આશામાં ઝૂરતો અને મરતો અસીલ વકીલ ની નાગચૂડ માંથી નીકળવાને અસમર્થ  હોય છે   વિકાસ લક્ષી દેશ માં આ બદી  ફુલતી ને ફાલતી જાય છે  અને લોકોને ન્યાય પરથી વિશ્વાસ ઉઠતો જાય છે ન્યાયાલય એક ન્યાય મંદિર  ને બદલે આવા વકીલોનો હડડો બનતો જાય છે
             નિયત નીતિમતા  લાગણિ   અને વિશ્વાસ ની  કાયદામાં કોઈ જોગવાઈ ન હોવાથી વકીલો તેનો ભરપૂર ઘેર લાભ ઉઠાવી  અસીલનું શોષણ  કરે છે અને અહીં તેઓ સિસ્ટમ નો વાંક કાઢી પોતાની મન માની કરે છે અસીલને  વિશ્વાસ ઘાત કરતા હોય છે જેની તેઓ ફીસ લેતા હોય છે આમ કેટલાક અપવાદ પણ  હોય છે જે સારા અને વિશ્વાસુ વકીલોની નીતિનું ઘોર અપમાન સમાન છે અહીં સારા અને નીતિમત્તા વાળા વકીલોની આ લેખ /કે રજુઆત ની માફી માંગુ છું માત્ર ઠોસ પુરાવા ને આધારે અહીં રજૂઆત થાય છે અહીં લાગણી ને પણ કોઈ સ્થાન નથી આમ  અહીં તેઓ સિસ્ટમ નો વાંક કાઢી પોતાની મન માની કરે છે મૉટે ભાગે અસીલને  વિશ્વાસ માં રાખી વિશ્વાસ ઘાત કરતા હોય છે જેની તેઓ ફીસ લેતા હોય છે આમાં કેટલાક અપવાદ  હોય છે જે સારા અને વિશ્વાસુ વકીલોની નીતિનું ઘોર અપમાન સમાન છે અહીં સારા અને નીતિમત્તા વાળા વકીલોની આ લેખ /કે રજુઆત ની માફી માંગુ છું જેઓ અસીલને કેસ વિષે સાચી દોરવણી અને સલાહ આપતા હોય છે અને ખાસ કરીને ડેટ લેવામાં માનતા નથી હોતા પોતેજ દર મુદતે હાજર રહે છે જ્યારે બીજા વકીલો પોતાના જુનિયરને કોઈ ન કોઈ બહાનું બતાવી ડેટ લેવા મોકલતા હોય છે જજ સાહેબને અહીં પાવર આપેલો હોય છે વકીલને દંડિત કરવાનો પરંતુ આવું ઘણું ઓછું બનતું હોય છે
આમ હિન્દુસ્તાની કોર્ટોની કામગીરી વેગ વંતી ઝડપી અને  વિકાસ પ્રજા લક્ષી  બનાવવા માટે ના કેટલોક સજેશનો ,અનુમાનો  સૂચનો ન્યાયના હિતમાં ને પ્રજા લક્ષી અને પ્રજાના અને ન્યાયના હિતમાં  કડક અમલની જરૂર  છે
અહીં ન્યાય પાલિકાને કેન્સર ના જેવો રોગ લાગુ પડી ગયો છે જેને વેગ વંતી અને નિરોગી બનાવવા માટે કેટલાક કડક નિર્ણયો લેવાનો સમય પાકી ગયો છે આ અનુમાનો ધારણાઓ સજેશનો ન્યાયના હિતમાં સજાગ મહેનતુ અને કાર્યશીલ વકીલોના પ્રજાના  હિતમાં અને ન્યાયના હિતમાં છે  જેનો અમલ જરૂરી છે  આ માટે કાયદામાં કાનૂનવિદ ને એક્ષ્પર્ટ કાયદા શાસ્ત્રીઓનો અભિપ્રયા ,ચર્ચા વિચારણા થી તેમાં સુધારા વધારા ને તેનો કડક અમલ થાય તેવી કાનૂની જોગવાઈઓ કરવાનો સમય પાકી ગયો છે  જે દેશની પ્રજાના કલ્યાણ  વિકાસ ને ન્યાયમાં વિશ્વાસ નો સહભાગી બનશે
ડીઆરટી, ડેબ્ટ રિકવરી કોર્ટ
===============
,  આકોર્ટોમાં લગભગ રીત શર શેરિંગ અને સેટિંગ જ હોય છેઅને રીકવરિંગ ના કેસમાં સાથ ગાંઠ ચાલતી હોય છે સરકારી
દેવાની વસૂલાતમાં વકીલોજ પોતાની ફીસ વસુલતા હોય તેવું ચિત્ર છે જ્યા સરકારી દેવાની વસૂલાતમાં પક્ષ વિપક્ષના વકીલની સાથ ગાંઠ પર કેસની નિર્ભરતા હોય છે  અહીં કેટલાક  વકીલોની પ્રેક્ટિસ અસીલની ઘર હાજરીમાં બંને એક બીજા સાથે મળી જતા  હોય છે અને બને જન પોટ પોતાની રીતે અસીલનું શોષણ કરતા હોય છે જેની પાસે પૈસાનું જોર હોય છે ન્યાય ને ખરીદી લેતો હોય છે અને સામે પક્ષે કેસ ગમે તેટલો મજબૂત હોય છતાં પૈસાનું સેટિંગ હોવાથી ન્યાયનું ખરીદ વેચાણ થતું હોય છે
[1]  વકીલોની  ફીસ યા મહેનતાણા વિષે
===============
વકીલોએ કેસ માટે પોતાના અસીલ પાસેથી અગાઉથી,ફીસ ,મહેનતાણું  કે કોઈ આર્થિકલાભ લેવો નહિ કે લેવડાવવો નહિ તેવી કડક મજબૂત કાયદાકીય જોગવાઈ કરવી વકીલ નીપ્રેક્ટિસ નો  પરવાનો રદ કરવા સુધીની જોગવાઈ આ જોગવાઈ કાયદામાં સંશોધન કરીન્યાયના હિતમાં અને અસીલના હિતમાં પ્રજા લક્ષી શુદ્ધ પારદર્શી વ્યવહાર ને વહીવટ ના નિયમોને આધીન હોવી જોઈએ જે વકીલો ,ધારા શાસ્ત્રીઓને બંધન કરતા હોય આમ કરવાથી ન્યાયમાં અને કોર્ટોના કામમાં ઝપ પાર દર્શિતા ચોક્કસ આવશે  વકીલોને તેમના મહેનતાણા ,ફીસ ની રક્ષણાત્મક જોગવાઈ હોવી  જોઈએ  તેના માટે  વાદી પ્રતિવાદીઓ એ  નક્કી કરેલી તેમના કેસની ફીસ, મહેનતાણું ,કે  કેસ લડવાનું  વળતર તેમની  મહેનત નું  અવેજ ની રકમ 100 % કોર્ટમાં પોત પોતાના વકીલને નામે કોર્ટ માં જમા કરવી કરાવવી અને કોર્ટમાં કેસને લાગતા ખર્ચની 100 % રકમ જે નક્કી કરી હોય વ્યાજબી પણામાં કોર્ટના કાનૂન ને આધીન આ રકમ કોર્ટમાં વકીલને નામે અલગ  જમા કરાવવી જે કેસના નિકાલ થયે તેઓને પુરેપુરી પરત મળે  આમ કરવાથી વકીલો પોતાના કેસ ઝડપી ચલાવશે અને બિન જરૂરી મુદતો કે ડેટ લેશે નહિ અને કાર્ય દક્ષતામાં ,નિયમિતતામાં ,કાનૂની સેવા માં ઝડપ આવશે અને શુદ્ધિકરણ પણ આવશે  આમકરવાથીવહીવટમાં અને ન્યાયિક પ્રક્રિયામાં પર દર્શિતા આવશે અને વકીલોના ધીમા અને બિન કાર્યશીલ વ્યવહારમાંથી ન્યાયીકપ્રક્રિયાને વેગ મળશે આમ અસીલને રાહત થશે અને પ્રજાલક્ષી ને પારદર્શી  ન્યાય પ્રક્રિયાનું  આગમન થશે વિકાસ લક્ષી ન્યાય પ્રક્રિયા નો વહીવટ માં તેજી આવશે કોર્ટોમાં કેસો નો ભરાવો ઓછો થશે ,પ્રજાલક્ષી વહેવારુ અને પર દર્શિતા વાળું ન્યાયપાલિકાના વહાવતી તંત્રની શરૂઆત થશે ,સ્ટાફ ,કે શિરસ્તેદારોને બક્ષિસ ,ભેટ સોગાદો પર નિયંત્રણ આવશે  અને આગળ ઉપર કહ્યું તેમ ન્યાય પાલિકાના કાર્યમાં પાર દર્શિતા ચોક્કસ આવશે
 [2]  જજ સાહેબોની નિયુક્તિ
       ==============
  જજ  સાહેબોને વકીલોના વ્યવહાર વર્તન પર કાબુ રાકખવા માટેના કડક ન્યાયિક અધિકારો  નીતિ નિયમોનું પાલન કરવા દંડનાત્મક અધિકારો જે કાયદામાં સંશોધન કરી આપવા  અને આગળ ઉપર કહ્યું તેમ  ન્યાયના હિતમાં સજાગ મહેનતુ અને કાર્યશીલ વકીલોના પ્રજાના  હિતમાં અને ન્યાયના હિતમાં છે  જેનો અમલ જરૂરી છે  આ માટે કાયદામાં કાનૂનવિદ ને એક્ષ્પર્ટ કાયદા શાસ્ત્રીઓનો અભિપ્રયા ,ચર્ચા વિચારણા થી તેમાં સુધારા વધારા ને તેનો કડક અમલ થાય તેવી કાનૂની જોગવાઈઓ કરવાનો સમય પાકી ગયો છે  જે દેશની પ્રજાના કલ્યાણ  વિકાસ ને ન્યાયમાં વિશ્વાસ નો સહભાગી બનશે આ અધિકારો વકીલોની પ્રક્ટિસ નો પરવાનો રદ કરવા સુધીના કડક દંડનાત્મક કાયદાની જોગવાઈ વાળા હોવા જરૂરી
  જજો ની નિયુક્તિમાં  વકીલે કોર્ટમાં ઓછામાં ઓછો 10 [દશ]  વર્ષ નો અનુભવ  હોવો જરૂરી   કોર્ટની કાર્યવાહી   ચુકાદાઓ અને કાનૂન ની મર્યાદાઓ નું અને તેના પાલનનું પાકું જ્ઞાન હોવું   જરૂરી કેટલા ચુકાદા ઓ તેઓએ યાની કેસો જીત્યા છે તેનું મેરીટ લિસ્ટ હોવું જરૂરી  અને   કેસ હારી ગયા છે તેનું પણ મેરીટ લિસ્ટમાં હોવું જરૂરી કાયદાનું  સચોટ જ્ઞાન હોવું જરૂરી   તેમને મેળવેલ સફળતાના કેસો નું પુથ્થકરણ કરી  નિયુક્તિ કરવી જરૂરી ,કેસો દર્મિયાન કેટલી મુદતો પાડી /લીધી લેવડાવી તેનું ચોક્કસ પુથ્થકરણ કરવું જરૂરી  કેસ દર્મિયાન વકીલની ખુદની નિયમિતતા ને કેસ પ્રત્યેની સજાગતા  નું અવલોકન કરવું
જજ  ની નિયુક્તિમાં [ એપોઈન્ટમેન્ટમાં ] સગાવાદ કે લોહીના સંબંધો હોય તેવા કોઈ પણ વ્યક્તિની થવી જોઈએ નહિ ગમે તેટલો પાવરફુલ બાયો ડેટા હોય તો પણ તેવી વ્યક્તિઓની ન્યાય પાલિકાના હિતમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ માં નિમણુંક થવી જોઈએ નહિ તેવા કડક અને દંડનાત્મક કાનૂન ની જોગવાઈ હોવી જોઈએ  ઉચ્ચ સ્થાને બેઠેલા બ્યુરોકેટ્સ અને કોઈ પણ રાજ કરણીઓના સગાવાદ કે દૂરના /લોઈના સંબંધો વાળા વ્યક્તિની ન્યાયપાલિકામાં નિમણુંક થવી જોઈએ નહિ તેવી કડક કાનૂની અને દંડનાત્મક જોગવાઈ હોવી જોઈએ
[3] અસીલોને વકીલ સામે ફોજદારી રહે  ફરિયાદ કરવાનો હક
       =================================

  વકીલો /ધારાશાસ્ત્રીઓ વિશેની અસીલોની ફરિયાદ નો નિકાલ ક્રિમિનલ ધોરણે  અથવા ક્રિમિનલ કાયદાની રૂએ થવો જોઈએ આ વિષે કાયદામાં શાશોધન કરી ફરજીયાત કાનૂન લાગુ કરવો જોઈએ અને વકીલને દંડ  તથા કોર્ટમાં  પ્રેક્ટિસ રદ કરવાની કડક જોગવાઈ  હોવી જરૂરી  જેની અલાયદી કોર્ટની શાખા હોવી જરૂરી , જ્યા અસીલ અને વકીલ બંને એક સરકી કેટેગરીમાં હોવા જરૂરી  અહીં વકીલ  પોતે પોતાનો કેસ લડી શકે નહિ તેને અહીં પોતાનો વકીલ રોકીને એક અસીલની રૂએ પોતાની સામે થયેલા આક્ષેપો કે ફરિયાદનો નિકાલ કરવો જોઈએ ,જેને માટે કોર્ટોમાં અલાયદી વ્યવસ્થા હોવી જોઈએ ,અહીં અસીલની ફરિયાદ લઇ સરકારી વકીલ કેસ લડે જ્યારે જે તે વકીલની સામે થયેલ ફરિયાદ માટે વકીલે પોતાના ખર્ચે અને જોખમે કેસ લાડવો જોઈએ અને તેમ કરવા અગાઉથી તેના  નક્કી કરેલ રકમ કોર્ટમાં જમા કરાવવી અને ખરચ પણ જમા કરાવવું અહીં વકીલ એક અસીલ છે તેવા નિયમ ની કડક  જોગવાઈ   બીજું કે અહીં અસીલ ની ફરિયાદ હોઈ તેનો કેસ સરકારી વકીલ પબ્લિક પ્રોસિક્યુટર [ પીપી ]લડે જેનો ખર્ચ સરકાર ભોગવે છે  તેવી જોગવાઈ હોવી જરૂરી

[4]ન્યાય પાલિકામાં ધરમૂળ ફેરફાર જરૂરી
         ======================
જજોનું મનસ્વી પણું કે અનિયમિતતા નિયત નીતિમાં ખોટ જણાય તો એવા કેસોમાં જજ સાહેબે આપેલા ચુકાદાઓ તપાસવા તેનું કાનૂની પુંથકરણ કરવું તથા તેમના ચુકાદાઓની લોગ બુક જે તેઓએ મેન્ટેઇન કરી હોય ,ચુકાદાઓ આપતાં લીધેલ સમય ,કરેલ કાનૂની કલમનો ઉપયોગ ,ન્યાય પ્રત્યેનું વર્તન વહેવાર નિયમિતતા સરકારી મશીનરીનો કોઈ પણ ઉપયોગ કે લાભ ,વગેરેની ચકાસણી ,પુથ્થકરણ કરી પ્રમોશન કરવું કે તેની કાર્ય શૈલીનું પોજીટીવ રીમાર્કસ હોવા જરૂરી અને  જો  ઉપરની વિગતોનું પાલન કરવામાં ક્યાંયે ક્ષતિ જણાયતોસેવામાંથી વિલમબિત અને દંડનાત્મક કડક  કાનૂની જોગવાઈ હોવી જરૂરી સેવા માં જોડાય હોય ત્યારથી સેવાના અવેજપેટેસરકારી ખજાનામાંથી મળેલ    રકમ યાની પગાર વસૂલી પરત સરકારી ખજાનામાં જમા કરવા સુધીની દંડનાત્મક જોગવાઈ
[5] વકીલો / ધારા શાસ્ત્રીઓએ પોતાના વ્યવસાયમાં પોતાનું મૂડી રોકાણ કરવું
      ========================================
,જેવુકે ઓફિસ તો સજાવટ કે બિન સજાવટ વળી  હોય પરંતુ કેસને લાગતું કોર્ટને લાગતું ખર્ચ જે તે કેસને લાગતું તેઓએ પોતે ભોગવવું અને આ ખર્ચ જે અસીલ પાસે કોર્ટમાં અગાઉથી જે તે વકીલ ને નામે જમા કરાવવું અને કેસનો નિકાલ થયે વકીલ કોર્ટમાં થી ઉપાડી શકે એટલે ખર્ચની પર દર્શિતા આવશે જે ન્યાય લોકા ભિમુખ ન્યાયી પાર દર્શિતાની  પ્રક્રિયાનો  ખ્યાલ આવશેઆવા નિયમો એટલા માટે જરૂરી છે કે ,જેમ કે કોઈ પણ સરકારી અર્ધ સરકારી કે ખાનગી કંપનીમાં
કે પેઢીમાં દરેક ને વેતન કામ કર્યા પછી મળે છે એડવાન્સમાં પગાર કે વેતન ચુકવતું હોતું નથી એવીજ રીતે ખેડૂતો અને  ધંધા દોરી લોકો પોતાના વ્યવસાયમાં પહેલેથી મૂડી રોકાણ કરી ને મહેનત મજૂરી કરતા હોય છે અને પછીજ તેઓને નફા નુકશાન નું વળતર મળે છે જે  અચોક્કસ  હોય છે તેની કોઈ ગેરન્ટી હોતી નથી ખેડૂતને પણ ખેતીની પેદાસનો / ઉપજ નક્કી  હોતી નથી જ્યારે  અહીં વકીલોને ધારા શાસ્ત્રીઓને કામનું વેતન /વળતર કે ફીસ /મહેનતાણું મળવું નક્કી હોય છે અને  નોકરિયાતને જેમ કામ કાર્ય પછી પગાર કે વેતન મળે છે તેમ વકીલ ને કેસ નો નિકાલ થાયે અગાઉ નક્કી કરેલી ને કોર્ટમાં જમાકરેલી રકમ તથા કરેલ ખર્ચ પણ જે અગાઉ નક્કી કરેલ હોય ને કોર્ટમાં અસીલે  તેમના નામે જમાકરેલો હોય છે તે મળે છે  એટલે વકીલો ધારાશાસ્ત્રીઓ ના મહેનતાણા ,ફીસ કે કરેલ મૂડી રોકાયા નું વળતર મળવું  સલામત વાળું હોવા થી  ન્યાય ના હિતમાં ને દેશ ના વિકાસમાં સહભાગી બનવું જોઈએ  આમ કરવાથી  વકીલાતના વ્યવસાયમાં /સેવામાં વકીલો સજાગ રહે છે કામમાં રુચિ દાખવશે રેગ્યુલારિટી અને ઈમાનદારી આવશે લોકો ભિમુખ વહીવટી ક્ષમતા અને પારદર્શિતા આવશે વકીલને કેસનો નિકાલ થાયે 100% જમાકરેલી ફીસ તથા ખર્ચ ની રકમ મળવાની છે એ પહેલેથી નક્કી છે આથી ન્યાયનો વિકાસ અને વિશ્વાસનું સર્જન થશે
[6] વકીલોએ કોર્ટમાં કેસ લાડવા બાબતે અથવા કેસ બાબતે સબ એજન્ટ [જુનિયર ] નિમવો નહિ
=======================================
  વકીલોએ પોતાનો કેસ લાડવા માટે કે ડેટ લેવા કે દલીલ કરવા પોતાનો કોઈ એજન્ટ જીમવો  નહિ અસીલ પ્રત્યેની વફાદારી  પોતે નિભાવવી  જોઈએ કોઈ પણ જાતની કોર્ટની કાર્યવાહીમાં એજન્ટ કે જુનિયર નો ઉપયોગ કરવો કરાવવો નહિ ,કેસની રજુઆત, દલીલ કે ડેટ લેવામાં જાતેજ કોર્ટની કર્યવાહી કરવી કોઈ એજન્ટ કે જુનિયર કે મદદ કરતા  પાસે કરાવવી નહિ  અહીં જુનિયર માત્ર વકીલાત નો અભ્યાસ કરવા માટે સિનિયરની સાથે કોર્ટમાં હાજરી આપી શકે પરંતુ દલીલ ,ડેટ કે કેસની કોઈ પણ કાર્યવાહી જજ સાહેબ સામે કરી શકે નહિ આ બધીજ કાર્યવાહી વકીલે પોતેજ કરવાની રહે તેવી કડક કાયદામાં જોગવાઈ હોવી જરૂરી માત્ર ને માત્ર તેઓ સિનિયર વકીલ સાથે કોર્ટમાં કેસની કાર્યવાહીને લગતો અભ્યાસ કે સિનિયર વકીલની પેક્ટિસના કામ નો અભ્યાસ કરી શકશે તેમના ખુદના ભવિષ્યના  ધંધા ,યા પ્રક્ટિસ માટે
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
       date 6 /3/ 2017
Advertisements