માણસ નામે વહેતો  ઝરો
================
માણસ નામે જીવન જીવવાનો ખતરે-દાર નો  જનાધાર
વેળાનું રતન છે ને એ જાતનો છે જમાદાર યુગનો આધાર
મર્યાપછી કફનમાં જતો કબરનો માલિક બંદી હવાલદાર
મોઉંનનાં અવાજે પડગાતો જાગીરદાર વખ વખે કિરદાર
બધુજ મારું નાં નિરર્થક તીર છોડયાનો નિશાન બાજ નામદાર
સફરનું કરજ ચૂકવતો ઘર ઘાટી આ જન્મનો યુગો થી દેવાદાર
સફરે વિહારી નાવ-નદી વિણ સાગરે નાવિક તરવૈયો તરનાર
ખલાસી થઇ સાગરનો આ સહેલ્ગાહી શોધે સામો પાર કિનાર
ઉદ્ભવ્યા પછી કદી પાછો વાળ્યો નહિ છોડયા જન્મ જાત દ્વાર
નિરંતર વહેતા ઝરા એ માર્ગ કરતો વહેતો જાય અસ્તને આધાર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 1/3/2017
Advertisements