ઘરોબો ઘરનો માતનો
=========
એકાંત પી પી ઓરડો સન્નાટેથી ઉભરાયો
કોલાહલ ઘરનો બંધ દરવાજો ખોલવા મથે

ગયા સ્વપ્નો મરી જ્યારથી સૂમ સામ સોફો
અને ટેબલે રસોડાની ખાલી થાળીઓ ખખડે

કરે ઇન્તજાર હૈયું માતનું કયું બનવું શાક આજે
પૂત્રના ભાવતા શાકના હુકમની આશ રાખે

કપડાં બેગ કિતાબો કરે ઇન્જાર જવાને સ્કૂલે
બ્રશ પોલીશ જોઈ પૂછે દોરી બૂટની બાંધી કે

બારણે કરે ચિંતા મોડું થયું સ્કુલેથી આવતા કેમ
થાળીઓ પીરસી ટેબલે હરખે ઉભી ઘર ઘરોબે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 02/03/2017

Advertisements