મારા પણાના ખેલ
============
પગેરું પહોચ્યુ છેક મંજિલ નજીક અને
છૂટતા ગયા મોહ ગયા જયાં દ્વાર નજીકે

પળોજણે ભોભારવું ત્યજ્યું નેસડે પરાણે
વસૂકી ગયેલી ગાય બાંધી જેમ આંગણે

મારા પણાનું ઠેકાણું રાગ બદલે સમયે સમયે
બેસૂરા લયના તારે સભા ન મળે વ્યર્થ પ્રત્યને

બધુજ ઈશ્વરનું છે, ન સમજી શકવાને
કારણે માલિકી હક્ક રહયા કોરા પાને

તમારું,કશુએ નથી એ પહેલેથી નાક્કી
છતાં કેટલી લાલશા ખુદ નામે કરવાને

પ્રયત્નો કરીને પૂર્વજો ગયા પ્રુફ છે પુરાવે
જાતને વળગાડ આપી ગયાનો ભાર માથે
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 03 /03/2017

Advertisements