ઈશ્વર રાખે ગણતર
=============
જન્મના ગ્રહો સાથે ઝ્ડાયું હશે જડતર એ
કુંડળીના સરવાળા બાદબાકી નું ગણતર

કુંડળીના વરતુંળમાં જ આપણે ફરવાનું ને
નહી રહેવાનું આપણી મરજી જેમ કળતર

પ્રશ્નો ના ઉત્તરો ન મળે કોઈ ઉખાણે પછી
સવેદના સુર ઝણ ઝ્ણે અંતરેથી દળ દળ

ઊંડા ઉતરો તેમ બમણા ઘસરકે ધસારો
ખૂચ્યા કરે જાત સામેના અન ઉત્તરો પડતર

પાકટ વયે ધીરજ ના ફળોમો છૂપો વર્તારો
આખી ઉંમર રહયા ઈશ્વરીય ધારાને નડતર

નાવડી ચાલતી રાખી હોત પવનની દિશામો
પરિશ્રમેં કયાંક તો મળતો ઉતારો સમતળ

આ વર્તારો જે મળ્યો જિંદગીનો બન્યો ધારો
હલે રોટી બોને મોતે જિંદગીનું ચણાયું ચણતર
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 5 /3 /2017

Advertisements