ઈચ્છા ઓની આંધી ……… ગીત
=======
ઈચ્છા ઓની આંધી
આવે આવે ન થાય નાં પૂરી
જલાવે રોજ નવી આગે ધૂણી
ઈચ્છા ઓની આંધી

તરછોડે તન આખું રોમ રોમ
ઉંચો નીચો થાય જીવ ધોમ ધોમ
ચકરાવે ચડે સફરની ભૂમિ
ઈચ્છા ઓની આંધી

ભોગવે વૈભવ હવાના મહેલ મહી
દુનિયાદારીમાં ખોટ નહિ ભાળી
તુંડે તુંડે માંતીર્ભીંડાની હોય દુકાળી
ઈચ્છા ઓની આંધી

જગ આખુએ કરવા ધારે ખુદની ધારી
મારું સાચું તારું ખોટુંની ન યાદવાસ્થળી
મત મતાંતર ના ઝુંડે જરાય ન ઉભરી
ઈચ્છા ઓની આંધી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 8 /3/2017

Advertisements