આશ વિણ કર્મેષુ બાંધી છે તિથિ ઈશની
======================
અધીરા થઇ ઉતાવળે કામ ન કોઈ કરવાં
નસીબને ભૂલી મન ગમતાં કામ સૌ કરવાં
છે સફરના મેદાનમાં પુરુષાર્થ પારસમણિ
કર્યાં કર્મ એળે જતા નથી મળે ચિંતામણી
ઉગ્યું તે કરમાસે નિયત નીતિ છે ઈશની
આશ વિણ કર્મેષુ બાંધી છે તિથિ ઈશની
સમય ને આરામ ક્યાં ? નિરન્તર રાત દિન
યુઓથી ચાલે કરે ફૂલી ફળી ધરાને રોશન
કરવત બદલી નવા ક્લેવરે સતત નિત વહેવાનું
છુટ્ટીએ જાય સૂરજ તો ઉર્જાનું નક્કી ઉઠામણું
===પ્રહલાદભાઈ પ્રજાપતિ
Advertisements