વર્ષો વહેચાઈ ગયાં સાઈઠ પ્લસ સાતમાં …… ગીત
==============
વર્ષો વહેચાઈ ગયાં સાઈઠ પ્લસ સાતમાં
હસીને ઉઠી સવાર વળી ઘણું ઉંગી બપોર,
વળી ક્યાંક ભૂલો પડી સાંજે સળવળાટ
આવી રાતે કરતો દાદ ફરિયાદી તકરાર
આમ ને આમ વર્ષો વહેચાઈ ગયાં સાઈઠ પ્લસ સાતમાં

આયખા ના ઉમરે અમે નાંગરેલાં નાવડાં
ખુલ્લે મેદાને મૂછે તાવ દઈ ફર્યા ચડાવી બાવડાં
જીવતરને જોખવા પકડ્યાં મહત્વ કાંક્ષી ત્રાજવાં
મંજિલે ન પહોંચ્યા વર્ષો વહેચાઈ ગયાં સાઈઠ પ્લસ સાતમાં

સાગરની છોળ કઈક એવી લહેરાય
કઈક એવી લહેરાય, કઈક એવી લહેરાય
વીણેલાં મોતી વહી ગયાં પેટાળમાં
ખોટાં મોતીએ સાગર ખૂંદ્યાં મઝધારમાં
આમ પ્રાયચિતે વર્ષો વહેચાઈ ગયાં સાઈઠ પ્લસ સાતમાં

 જન્મારો પહોંચ્યો છેક વૈકુઠી ધામના પડાવમાં
કૈક લીધુ, કઈક દીધુ,કાઈક મુક્યુ હવે ઉધારમાં
સફેદી શિર પર ચડી હડસેલી તરવરાટ વિચારમાં
દીવાલો ધોળી ને બેઠા અમે આ પરસાળમાં
હતાં એ વર્ષો વહેચાઈ ગયાં આમ સાઈઠ પ્લસ સાતમાં
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 12 /3/2017

Advertisements