શું હું પુછુ જાતને ?
===========
યુગે યુગે કૃષ્ણ ને કંસ રામ ને રાવણ સફરમાં
ધર્મ કાજે બીમ્બાતા રહયા હર ઘડી ખબરમાં

ચાલવાથી રસ્તા મળવાના એ વાત નક્કી છે
માંન્જીલોને કદમ નથી હોતાં હકીકત સાચી છે

પ્રશ્નો ઉકેલે એક્લવ્યતા હૃદય થી ઉઠે જો વાણી
પીએ સ્વપ્નો ઝાંજવો તો સમુદ્રઓય ઓછા પડે

વાતો થી વહાણ ન હંકાય પરિશ્રમે તરવૈયા થવાય
પુરુષષર્થ વિણ પ્રાબ્ધ પાંગળું કર્મો થકી કષ્ટ હણાય

પ્રશ્નો તો અહી રહેવાના ઉકેલવા કોયડા એ જિંદગી
કામ કરવું સાચા હૃદયથી નિરર્થક ન જાય કો બંદગી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 13 / 3 /2017

Advertisements