પ્રકાશ નું પ્રારબ્ધ
===========
જીવતા રણ વિષે દરિયાને છે ખબર
એટલે રણથી દૂર દૂર વસ્યા આદિથી
ઝાઝવાને જીવત દાન જન્મથી મળ્યાં
પાણીથી અજાણ બુઝ્વાની પ્યાસથી
સત્ય આ સતત ચુગતું નિરાકરણ વિના
ખોદુ ત્યાં ડબલ થઇ વિસ્તરતું જાતથી
ભીનાશનો દરિયો પામવાનો સતત યત્ન
જ્ઞાનનાં ફીણ વિખરાયાં સમજણના ભારથી
અંધારાં ઉલેચવા સૂર્ય,છે યુગોથી રહ્યો દોડતો
સૂર્ય કિરણ આવી પરત ફર્યાં ઝાકળ પ્રહારથી
સતત પ્રક્રિયા ચાલતી રહી નદીના બે કિનારા
જેમ ને અસ્તિત્વ મર્યું સત્ય ન ત્યજું  વહેણથી
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 14 / 3/ 2017
Advertisements