શંકા  કુ શંકાઓની  શક્યતા  કેટલી ?
=============
પડઘાને શબ્દોમાં ગુંથી કલમે લખી છબીએ આલેખી શકાય ?
વાદળ છાયી હવાના પડછાયા ભીતે દોરી અલગ કરી શકાય ?
તડકા છાંયડાને બાનમાં રાખી ચોક્કસ જગાએ બાંધી શકાય  ?
અજવાળાં અંધારાં ની ચીસ સાંભળીને શું સંગીતે મઢી  શકાય ?
કોરા ભીના વિચારો પાર દર્શક દૂરબીનથી જોઈ ચીતરી શકાય ?
સમયનું ચિત્ર પૂરક વગર ને બે છેડે દોરી જેમ વળી દોરી શકાય ?
મૌનને શબ્દોમાં આલેખી પુસ્તકને પાને વર્ણવી બાંધી શકાય ?
વિચારોના તર્ક વિતર્કની સીમા પાર કરી તથ્ય સુધી પહાંચી શકાય ?
વજન કાંટે તોલ માપથી તોલી અગ્નિને પકડી પડીકે બાંધી  શકાય ?
શંકા કુ શંકાનો પગરવ ને અવાજનો ચહેરો નરી ઓખે જોઈ શકાય ?
===પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 22 / 3 / 2017
Advertisements