શ્વાસ નાં સગપણ
==========
શુ વાત કરો છો નાશવંત સ્વાસ ના સગપણની
ભૂલી જઈને  પણ ઘરોબો રાખ્યો છે બચપણથી
અવતરણ થયાં જ્યારથી,દુનિયા સાથે જનમથી
ઉછળ કૂદ ના પારણે ગાંઠે બંધાયા સૌ તર્પણથી
સથવારા લૈ રહ્યા સમયના જાણે અજાણે અહીં
આંખે દોરાયા સવાર-સાંજના નકશા દર્પણથી
ચુટાયેલ પ્રતિનિધી સમ આ કોયડાઓ ગળે કાંઠલા
ચર્ચાએ અર્થ વગરના ઉભરે  બાખડ્યા આધણથી
અવધી જતાં કહ્યાગરા સેવાભાવી સૌ સુવિચારો
તજવીજે નીકળ્યા સિદ્ધિનાં ઘર શોધવા જમણથી
=== પ્રહેલાદભાઈ પ્રજાપતિ
રિવાઇઝ ઓન 1./4./2017
Advertisements